જોડે રહેજો રાજ - લોકગીત
જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ
ભલે સૂરજ ઉગે કે ના ઉગે,
ભલે ચંદર ડૂબે કે ના ડૂબે,
તમે જોડે રહે જો રાજ.
જોડે રહેશું રાજ
ભલે દિવસ ઉગે કે ના ઉગે,
ભલે સાંજ ઢળે કે ના ઢળે,
જોડે રહેશું રાજ
હો.... આમ ગોતું, તેમ ગોતું,
ગોતું તારો સંગાથ રે
હુંય જાણું, તુંય જાણે,
જાણે જગતનો નાથ રે
હે આભધરતી મળેકે ના મળે
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
હો... હાય રસિયા નેણ વસીયા,
ઝૂમે જગતનાં લોક રે
અરે હોય પાતળી હો પદમણી
ભલે જુએ પર લોક રે
કે સાત સમદર છલે કે ના છલે
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
હો... રામ તું, શ્યામ તું,
મારા તિરથનું ધામ તું
હે... રુદિયામાં ચિતરીને રાખું છું તારું નામ હું,
રાધા રાધ રૂપાળું નામ હું,
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
હો... હાય રસિયા નેણ વસીયા,
ઝૂમે જગતનાં લોક રે
અરે હોય પાતળી હો પદમણી
ભલે જુએ પર લોક રે
કે સાત સમદર છલે કે ના છલે
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
હો... રામ તું, શ્યામ તું,
મારા તિરથનું ધામ તું
હે... રુદિયામાં ચિતરીને રાખું છું તારું નામ હું,
રાધા રાધ રૂપાળું નામ હું,
ભલે મેરૂ ડગે કે ના ડગે
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
તમે જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ
0 પ્રત્યાઘાતો:
Post a Comment