આવો રે ચિત્તડુ ચોરી જાનારા - અવિનાશ વ્યાસ
ફિલ્મ - ખેમરો લોડણ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - મુકેશ, ઉષા મંગેશકર
સંગીત - ગૌરાંગ વ્યાસ
આવો રે...આવો રે...ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતના લાગે ભણકારા.
મને યાદ છે વચનો સૌ તારા, ઓ દિલડું લૂંટી લેનારા.
એક રાત તણી મુલાકાત મહીં શા કીધાં હતાં તમે વાયદા,
એક ઝૂરવું ને મરવું બીજું છે પ્રીતડી કેરાં કાયદા.
ભવ ભવ હું ને તું બળનારા.
સારસ પંખીની જોડી કદી જગમાં ના રે જુદી પડે,
જુદી પડે તો માથું પટકી બીજું ત્યાં તરફડી મરે,
હવે ઘડીયું ગણે નૈનો મારા.

0 પ્રત્યાઘાતો:
Post a Comment