ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું - લોકગીત
ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…
અલક મકલનું અલબેલું…. સાંબેલું…જનમ જનમથી વઉને માથે ભાંગેલું.. સાંબેલું..
જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આંકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી.. સાંબેલું..
જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઉંડો, જેઠ એવો ભુડોં… સાંબેલું..
હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો.. સાંબેલું..
એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો.. સાંબેલું.
(શબ્દો - પ્રીતના ગીતો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment