મારો દેવરીયો છે બાંકો - હોળીગીત
સહુથી પહેલા તો ધૂળેટીના પર્વની સહુને ખૂબ ખૂબ શુભેચ્છા. આ રંગોત્સવ આપના જીવનમાં નીતનવાં રંગો લઇ આવે તેવી અભિવ્યક્તિની તરફથી આપ સહુને હાર્દિક શુભેચ્છા.
આજના દિવસે પરિવારનાં સહુ સભ્યો એકબીજાને પ્રેમના રંગથી રંગી નાખે છે. તેમાં પણ દિયર-ભાભી વચ્ચે આજના દિવસે નિર્દોષ તોફાન મસ્તિનો અનેરો મહીમા છે. એવું જ તોફાની ગીત સાંભળો અને તેના રંગમાં રંગાઇ જાવસંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : આરતી મુન્શી
મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
ફટકેલ ફાગણિયો, કુણી કુણી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છેડે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો કપરો આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
ઘેરી ઘેરી શરણાઈ છેડે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો કપરો આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર માનુનીની આંખે જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
મદભર માનુનીની આંખે જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment