મહેંદીનો રંગ ઊડી જાય - લોકગીત
લોકગીત
ફિલ્મ - મેરૂ મૂળાંદે
સ્વર - આશા ભોંસલે
સંગીત - ????
મારી મહેંદીનો રંગ ઊડી જાય રે,
નાવલીયો આવતો નથી,
ગુંથ્યા ગજરામાં મોગરો સુકાય રે,
નાવલીયો આવતો નથી,
હે જી આવતો નથી, ખબર્યું કાઢતો નથી
અષાઢી આભમાં ચમકે વીજલડી
ભીંજી ભીંજી જાય મારી કોરી ચુંદલડી
હે ..મારી કોરી કાયા ભીંજાવતો નથી.
જોબનીયું જય મારું એવુંને એવું,
ઝુરી ઝુરી એકલડું કેમ કરી રહેવું
હે..મારી સુની સુની મેડિયો સજાવતો નથી.
ફિલ્મ - મેરૂ મૂળાંદે
સ્વર - આશા ભોંસલે
સંગીત - ????
મારી મહેંદીનો રંગ ઊડી જાય રે,
નાવલીયો આવતો નથી,
ગુંથ્યા ગજરામાં મોગરો સુકાય રે,
નાવલીયો આવતો નથી,
હે જી આવતો નથી, ખબર્યું કાઢતો નથી
અષાઢી આભમાં ચમકે વીજલડી
ભીંજી ભીંજી જાય મારી કોરી ચુંદલડી
હે ..મારી કોરી કાયા ભીંજાવતો નથી.
જોબનીયું જય મારું એવુંને એવું,
ઝુરી ઝુરી એકલડું કેમ કરી રહેવું
હે..મારી સુની સુની મેડિયો સજાવતો નથી.
1 પ્રત્યાઘાતો:
sundar geet
Post a Comment