માડી હું તો બાર બાર વરસે - લોકગીત
પરણેલો દીકરો ‘પરદેશ’થી પાછો ફરે છે અને ગાય છે: ‘માડી હું તો બાર બાર વરસે આવીઓ, માડી મેં તો નવ દીઠી મારી પાતલડી પરમાર જો...’ દીકરો ક્યાંથી પાતલડી પરમારને જુએ? માતાએ પુત્રવધૂ ઉપર શંકા કરીને તેને મારી નાખેલી. આ વેદના સભર લોકગીત માણીયે.
લોકગીત
સ્વર - પ્રફુલ્લ દવે, મીના પટેલ
માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે
માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે
માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે
માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ
એની બચકીમાં કોરી બાંધણી
એની બાંધણી દેખીને બાવો થાઉં રે
ગોઝારી મા, થાઉં રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો
એની બચકીમાં કોરી ટીલડી
એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારી મા, તાણું રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો
(શબ્દો ઃ Myblog's blog)
(પ્રસ્તાવના - દિવ્યભાસ્કર)
2 પ્રત્યાઘાતો:
સ્વ.શ્રી હેમુ ગઢવી ના સ્વરમાં મુકેલ ગીત ખુબજ હૃદય સ્પ્રેશી ગયું.
'દાદીમાની પોટલી' http://das.desais.net
very touchy geet..
Post a Comment