Monday 20 September 2010

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ - મનોજ ખંડેરિયા

કાલે સંગીતકાર અજિત શેઠની પુણ્યતિથી ગઇ. તેમની યાદમાં માણીયે તેમના સ્વર મઢ્યું આ ગીત.

કવિ - મનોજ ખંડેરિયા
સ્વર - આરતી મુખરજી
સંગીત - અજિત શેઠ






આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇ

(શબ્દો - મનોજ ખંડેરિયા)

2 પ્રત્યાઘાતો:

sapana Monday, September 20, 2010 8:10:00 am  

સરસ ગીત!અવાજ પણ સરસ! આભાર.
સપના

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP