Wednesday 17 April 2013

મેળે મેળે મોરલડી - લોકગીત

ફિલ્મ - વણઝારી વાવ
સ્વર - મહેન્દ્ર કપૂર, દમયંતીબેન બરડાઇ




મેળે મેળે મોરલડી હેલે ચડી,
હેજી, હેલે ચડી ને રંગ રેલે ચડી.
મેળે મેળે મોરલડી હેલે ચડી,

હે રંગ મોરલડી વાત્યુંમાં વહેતી રહે,
રસઘેલાં ને કાનમાં કહેતી રહે,
હે આજ મેળે મળેલ કાલ મળશે નહીં,
કે વહી જાતાં વેણ કાલ વળશે નહીં,
ઇને ઘડનારે સૂરમાં ઝબોળી ઘડી.
મેળે મેળે મોરલડી હેલે ચડી.

હે કોઇ ભૂલે તો ભૂલવા દ્યો રોકો નહીં,
ચઢે ચકડોળે ચિતડાં તો ટોકો નહીં.
ઇતો જોગીવિજોગીને ભેળા કરે,
ફૂંક મારીને અંતરને ઘેલાં કરે,
એની કાયા તો કામણને કંઠે મઢી.
મેળે મેળે મોરલડી હેલે ચડી.

હે કદી ઘૂંઘટની આડમાં મલકી પડે,
પાંપણોની તિરાડથી છલકી પડે.
મુઇ બાહુના બંધમાં સમાતી નથી,
આજ અધરુંથી અળગી એ થાતી નથી.
ઇને વરણાગી હૈયાની હૂંફે જડી.
મેળે મેળે મોરલડી હેલે ચડી,

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP