આહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ
જુઓ રજાની મજા!
શું શું લાવ્યું વેકેશન
આવી મજાની રજા!
રજાની મજા મજાની રજા,
રજાની મજા!
સાથે ભેરુઓની ટોળી,
સાથે સખિઓની જોડી,
એ તો ડુંગર ઉપર દોડી,
ઉપર ટોચે જઇને,
નવી દુનિયા જોવા!
જો જો મમ્મી તો બોલાવે,
પાછળ પપ્પાને દોડાવે,
તોપણ આવીશ નહીં
હું હવે હાથમાં...
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના,
ભેળપુરી ખાવાના,
આખો દરિયો ડહોળીને,
દૂર દેશ જવાના,
દૂર દેશ જઇ,
ભારતના ગુણ ગાવાના...
શું શું લાવ્યું વેકેશન
આવી મજાની રજા!
રજાની મજા મજાની રજા,
રજાની મજા!
સાથે ભેરુઓની ટોળી,
સાથે સખિઓની જોડી,
એ તો ડુંગર ઉપર દોડી,
ઉપર ટોચે જઇને,
નવી દુનિયા જોવા!
જો જો મમ્મી તો બોલાવે,
પાછળ પપ્પાને દોડાવે,
તોપણ આવીશ નહીં
હું હવે હાથમાં...
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના,
ભેળપુરી ખાવાના,
આખો દરિયો ડહોળીને,
દૂર દેશ જવાના,
દૂર દેશ જઇ,
ભારતના ગુણ ગાવાના...
0 પ્રત્યાઘાતો:
Post a Comment