શ્યામ તને હું - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - ઐશ્વર્યા મજમુદાર
સંગીત - ગૌરાંગ વ્યાસ
શ્યામ તને હું સાચે જ કહું છું, માન મલાજો લોપી
હું તો તારી હે ગિરધારી, ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાઓ આંખ આંખમાં રોપી
હું તો તારી, હે ગિરધારી ગયા જનમની ગોપી.
કિયા જનમનાં કદંબો ઊગ્યા, કિયા જનમની છાયા
મીંરા ને મોહન મુખડાની અનંત લાગી માયા
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી

0 પ્રત્યાઘાતો:
Post a Comment