ઝૂલણ લ્યો વણઝારી - લોકગીત
ક્ષેમુદાદાના સ્વરાંકનમાં આ અતિ સુંદર લોકગીત.
લોકગીત
સ્વર - ???
સંગીત - ક્ષેમુ દીવેટીયા
દાડમડીના ફૂલ રાતા,ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાને ફળ એનાં લીલા,ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાંને હાટે હાલી,ચૂંદડી મૂલવવા હાલી
ઊભલાં ઊભલાં જોયું ઝૂલણ લ્યો,
હેઠે બેસીને મૂલ કર્યા, ઝૂલણ લ્યો,
બેઠી એવી હું ઊઠી,ઝૂલણ લ્યો વણઝારી
હું તો સોનીડાંને હાટે હાલી, ઝૂમણાં મુલવવા હાલી
ઊભલાં ઊભલાં જોયું ઝૂલણ લ્યો,
લોકગીત
સ્વર - ???
સંગીત - ક્ષેમુ દીવેટીયા
દાડમડીના ફૂલ રાતા,ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાને ફળ એનાં લીલા,ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાંને હાટે હાલી,ચૂંદડી મૂલવવા હાલી
ઊભલાં ઊભલાં જોયું ઝૂલણ લ્યો,
હેઠે બેસીને મૂલ કર્યા, ઝૂલણ લ્યો,
બેઠી એવી હું ઊઠી,ઝૂલણ લ્યો વણઝારી
હું તો સોનીડાંને હાટે હાલી, ઝૂમણાં મુલવવા હાલી
ઊભલાં ઊભલાં જોયું ઝૂલણ લ્યો,
હેઠે બેસીને મૂલ કર્યા, ઝૂલણ લ્યો,
બેઠી એવી હું ઊઠી,ઝૂલણ લ્યો વણઝારી
હું તો મણીયારાંને હાટે હાલી, ચૂડલાં મૂલવવા હાલી
ઊભલાં ઊભલાં જોયું ઝૂલણ લ્યો,
હેઠે બેસીને મૂલ કર્યા, ઝૂલણ લ્યો,
બેઠી એવી હું ઊઠી,ઝૂલણ લ્યો વણઝારી
0 પ્રત્યાઘાતો:
Post a Comment