દશા મારી - અમૃતલાલ ઘાયલ
કવિ - અમૃતલાલ ઘાયલ
સ્વર,સંગીત - મનહર ઉધાસ
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.
નથી એ રાખતા કંઇ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?
મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.
જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મળે છે બે દિલો ત્યાં મધ્યમા દીવાલ રાખે છે.
જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે.
(શબ્દો - બ્લોગોત્સવ)
સ્વર,સંગીત - મનહર ઉધાસ
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.
નથી એ રાખતા કંઇ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?
મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.
જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મળે છે બે દિલો ત્યાં મધ્યમા દીવાલ રાખે છે.
જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે.
(શબ્દો - બ્લોગોત્સવ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment