વૃંદાવન ઘાટ સખી - નીનુ મઝુમદાર
નીનુ મઝુમદારે આપણને અનેક સુંદર ગીતો આપ્યા. એવું જ એક સરસ ગીત. આ સાંભળ્યા પછી વૃંદાવનમાં જરૂર ભૂલા પડી જશે.
કવિ, સંગીત - નીનુ મઝુમદાર
સ્વર - ઉપાંગના પંડ્યા
વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે....
કાંકરી ઉછાળી ઊભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી
જાતાં ડર લાગે.
જવું'તું ઘાટ પર આજે, અકેલામાં સમય ખોળી
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી,
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ચડતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઇ અરે પાછી વળી ભોળી,
લખ્યું હશે એવું વિધીએ લલાટ સખી.
જાતાં ડર લાગે
કવિ, સંગીત - નીનુ મઝુમદાર
સ્વર - ઉપાંગના પંડ્યા
વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે....
કાંકરી ઉછાળી ઊભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી
જાતાં ડર લાગે.
જવું'તું ઘાટ પર આજે, અકેલામાં સમય ખોળી
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી,
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ચડતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઇ અરે પાછી વળી ભોળી,
લખ્યું હશે એવું વિધીએ લલાટ સખી.
જાતાં ડર લાગે
0 પ્રત્યાઘાતો:
Post a Comment