ગોવિંદો પ્રાણ અમારો રે - મીંરાબાઇ
સ્વર - ???
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના’વે રે
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીંરાને હાથ,
સાધુની સંગત છોડીને મીરાં, વસો અમારી સાથ
મીંરાબાઇ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ,
રાજપાટ છોડી તમે રાણાજી,વસો સંતોની સાથ
વિષનાં પ્યાલા રાણાએ મોકલ્યા, દે જો મીંરાને હાથ,
અમૃત માની મીંરા પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ
સાંઢવાળા સાંઢ શણગારજે રે , મારે જાવું સો-સો કોશ,
રાણાજીનાં દેશમાં મારે, જળ રે પીવાનો દોષ
ચુંદડી ઓઢું ત્યાં રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,
0 પ્રત્યાઘાતો:
Post a Comment