Tuesday 28 February 2012

પીઠી ચોળી લાડકડી - બાલમુકુંદ દવે

આજે કવિ બાલમુકુંદ દવેની પુણ્યતિથિ છે. તેમનું આ સુંદર ગીત માણીયે.

કવિ - બાલમુકુંદ દવે
સ્વર - કૌમુદી મુનશી



પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચુંદડીએ ધબકારા  ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
તું તુલસીનો ક્યારો લાડકડી.

ચરકલડી ચાલી લાડકડી
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા
એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધા લાડકડી!
આંખભરી પીધાં લાડકડી!
હીબકાને હૈંયામાં રૂંધ્યા ને
પારકાં કીધાં લાડકડી!.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP