જનની જીવો રે - સ્વામી નિષ્કુળાનંદ
ગઇ કાલે શ્રીરાસબિહારી દેસાઇનો જન્મદિવસ હતો. રાસદાદાને ખુબ ખુબ જ શુભેચ્છા. તેમનાં શુભાશિષ આપણા સહુની ઉપર સદા વરસતા રહે તેવી અપેક્ષા સાથે માણીયે આ ગીત.
કવિ - નિષ્કુળાનંદ
સ્વર - રાસબિહારી દેસાઇ
જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહયાં કઠણ વચન જી
રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલીયા વન જી
ભલો ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નાર જી
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બ્હાર જી
એવા છત્રપતિ ચાલી ગયા,રાજ મૂકીને રાજન જી
દેવ,દાનવ,મુનિ,માનવી,સર્વે જાણો સુપન જી
સમજી મુકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ જી
નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઇ સમ જી
(શબ્દો - ઝાઝી)

0 પ્રત્યાઘાતો:
Post a Comment