Friday 26 February 2010

અમદાવાદની ૬૦૦મી વર્ષગાંઠ: આટાપાટા આટાપાટા..

અમદાવાદ કે પછી કર્ણાવતી કહો કે રાજનગર કહો કે કહો અહમદાબાદ. નામમાં શું રાખ્યુ છે?!! આજે આનંદનો અવસર તો એ વાતનો છે કે આપણા આ લાડીલા શહેરે ૬૦૦નાં વર્ષમા પ્રવેશ કર્યો છે. આપ સહુને પણ તેની ખુબ ખુબ શુભેચ્છા.


અમદાવાદના નામથી વિશ્વનો કોઇ પણ ખુણામા વસતો ગુજરાતી અજાણ ન જ હોય. અરે! ગુજરાતના ઘણાં શહેર કે ગામાડામાં રહેતા લોકો પોતાના શહેરમાં ક્યા વિસ્તારો આવ્યા તેની કદાચ જાણ નહીં હોય પણ અમદાવાદ શહેરના વિસ્તારોના નામ જરૂર ખ્યાલ હશે!!

અમદાવાદનું પાણી જ એવુ ચમત્કારી છે કે બહારથી આવેલી પ્રજા પણ તેના રંગમા રંગાઇ જાય છે. આ શહેર સાચા અર્થમા ગુજરાતનું દર્પણ છે. એટલે તો ગુજરાતના મુખ્યમંત્રીને ગાંધીનગરની ગાદી પર બેસવાની શપથ પણ અમદાવાદમા લેવી પડે છે.


ગીત - ચીનુ મોદી
સ્વર - સંજય ઓઝા
સંગીત - ગૌરાંગ વ્યાસ
આભાર- અમદાવાદ દૂરદર્શન
સ્ત્રોત-દેશગુજરાત.કોમ



આટાપાટા આટાપાટા..
આટાપાટા આટાપાટા..
કરે શ્વાસના સાટાપાટા
લાભ સદાયે કભી ન ઘાટા
રોજ રમીને આટાપાટા
દાંત કરી દે સૌના ખાટા
શહેર નહીં યે હૈ સન્નાટા
રોજ રમે છે આટાપાટા

અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા આટાપાટા..

પાંચ બનાવયા સેતુ
તો પણ કઈ ન વળતો હેતુ
એક બીજાને જરી ન સંમજે
જાણે રાહુ-કેતુ

શહેર નહીં યે હૈ સન્નાટા…

શેરબજારે ભીડ જમાવે
લક્ષમીજી ને પગ નમાવે
(લીધા.. દીધા… લીધા.. દીધા..)

પૂરી પકોડી ખાય ચવાણુ
ઓછે પૈસે ભુખ શમાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

વ્હાલ કરીને પાતા તોલા
નામ પુછો તો સાબરકોલા

(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ… ફાફડા સાથે.. જલેબી જોઇએ.. )

ચા અડધી પીવડાવીને
એ ગામમાં પાડે મોટા રોલા

શહેર નહીં યે હૈ સન્નાટા…

દીવસે ગલ્લે પાન બનાવે
રાતે સિરિયલ શૂટ કરાવે

(રોલ વિસિઆર.. સાઉન્ડ.. કેમેરા.. એક્શન)

જૂની ગાડી માંડ ખરીદે
ધક-ધક-ધક ધક
ધક્કા મારી રોજ ચલાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

હૂલ્લડ ના હેવાયા માણસ
કર્ફયુથી ટેવાયા માણસ
લાભ વગર ન કદી એ લોટે
લોભે બહુ લલચાયા માણસ

શહેર નહીં યે હૈ સન્નાટા…

કરે શ્વાસના સાટાપાટા…

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP