આજે ફરી ઍક વાર બાળગીત લઈને આવ્યો છું. આશા છે સહુને ગમશે.
મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રુપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,
તે દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય,
તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,
તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે,
0 પ્રત્યાઘાતો:
Post a Comment