ફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા
farm1.static |
કવિ - નટુભાઇ બરાનપુરિયા
કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણીયો...રૂડો ફાગણિયો...
રંગ ભરી પિચકારી ઊડે, હૈયે હરખ ના માયો
અબીલ ગુલાલ ગગનમાં ઊડે, વ્રજમાં રાસ રચાયો.
આવ્યો ફાગણીયો...રૂડો ફાગણિયો...
લહર લહર લહરાતો ફાગણ, ફૂલડે ફોરમ લાયો,
કોકિલ કંઠી કોયલડીએ ટહૂકી ફાગ વધાયો.
આવ્યો ફાગણીયો...રૂડો ફાગણિયો...
પાને પાને ફૂલડાં ધરિયા, ૠતુ રાજવી આયો,
સંગીતની મહેફિલ જામી, વસંત-બહાર ગવાયો.
આવ્યો ફાગણીયો...રૂડો ફાગણિયો...
રંગોની ઉજાણી ઊડે, કેસૂડો હરખાયો,
ચેતનના ફુવારા છૂટ્યા, હોરી ધૂમ મચાયો
આવ્યો ફાગણીયો...રૂડો ફાગણિયો...
0 પ્રત્યાઘાતો:
Post a Comment