હળવે હાથે હથેળીયું પર - અરૂણ દેશાણી
આજે વેલેન્ટાઇન દિવસે મનહર ઉધાસનાં અવાજમા મને સૌથી વધુ ગમતી રચના મૂકી છે. પ્રેમીકા પ્રેમીને હળ્વેથી પોતાની હથેળીયું પર નામ લખી દેવા માટે કહે છે. પણ ખબર નહી મને કેમ એવું લાગે છે કે એની ઇચ્છા તો પોતાના હ્રદયમા પ્રેમીનું નામ કોતરી દેવાની છે. એટલે તો એ લોકોની પરવા કર્યા વગર પ્રેમીનું નામ પોતાના નામની પાછળ લખી દેવા ઇચ્છે છે. તો તમારાં પ્રેમને યાદ કરીને, સાંભળો આ ગીત............
હળવે હાથે હથેળીયું પર , જરા તમારું નામ લખી દો,
નામની સાથે, સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો.

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
વેલ સરીખું વળ્ગુ ત્યારે, મળશું ક્યા એ સ્થાન લખી દો.

એકલતાનું ઝેર ભરેલા વીંછીં ડંખી લે તે પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.

બહુ બ હુ તો બે વાત કરીને લોકો પાછા ભૂલી જાશે,
નામ તમારું , નામની મારા પાછળ ખુલ્લે આમ લખી દો.

0 પ્રત્યાઘાતો:
Post a Comment