ફાંદાળું પેટ છે પપ્પાનું - બાળગીત
બાળગીત
ફાંદાળુ પેટ છે પપ્પાનું,
એને અડવા
ના જોઈએ બહાનું.
પપ્પાના પેટનો
મોટો વિસ્તાર છે,
અડધું તે શર્ટમાં ,
ને અડધું બહાર છે,
ના રહેતું કોઈથી એ છાનું….ફાંદાળુ પેટ
પપ્પાનુ પેટ જોઈ,
બોલે છે મમ્મી,
ખાઓ કચુંબર
ઉતારો ટમ્મી,
પણ ના માને મારી માનું….ફાંદાળુ પેટ
આખી નિશાળમાં
મારું હું ગપ્પા,
સોટીથી પાતળા
છે મારા પપ્પા!
પપ્પાને કોણ છે જોવાનું…ફાંદાળુ પેટ
(શબ્દો - ફૂલવાડી)
ફાંદાળુ પેટ છે પપ્પાનું,
એને અડવા
ના જોઈએ બહાનું.
પપ્પાના પેટનો
મોટો વિસ્તાર છે,
અડધું તે શર્ટમાં ,
ને અડધું બહાર છે,
ના રહેતું કોઈથી એ છાનું….ફાંદાળુ પેટ
પપ્પાનુ પેટ જોઈ,
બોલે છે મમ્મી,
ખાઓ કચુંબર
ઉતારો ટમ્મી,
પણ ના માને મારી માનું….ફાંદાળુ પેટ
આખી નિશાળમાં
મારું હું ગપ્પા,
સોટીથી પાતળા
છે મારા પપ્પા!
પપ્પાને કોણ છે જોવાનું…ફાંદાળુ પેટ
(શબ્દો - ફૂલવાડી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment