કવિ ઝવેરચંદ મેઘાણીનો પરિચય
ગાંધીજી એ જેમને 'રાષ્ટ્રીય શાયર'નં બિરુદ આપેલ તેવાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ગુજરાતનાં લોકપ્રિય અને લોક હૈયે વસેલા સાહિત્યકાર છે. તેમણે સાહિત્યમાં લોકહૈયાને ગુંજતું કર્યું છે અને સાહિત્યને લોકહૈયા સુધી પહોંચાડ્યું. સાહિત્ય અને સમાજ વચ્ચે સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમની પ્રેરણા લઇને અનેક સાહિત્યકારો ધરતીની સુગંધ લઇને સાહિત્યમાં પ્રગટ્યા.
જન્મ ચોટીલા પણ વતન બગસરાં. અભ્યાસ થયો વઢવાણ, બગસરા અને અમરેલીમાં અંતે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.ની પદવી મેળવી. કોલકાતામાં કારખાનામાં મૅનેજર થયાં, પણ મૂળે તો જીવ સાહિત્યનાંને! પોતાનાં બાળપણ અને સૌરાષ્ટ્રનાં અનુભવને આધારે 'ચોરાનો પુકાર' લેખ લખ્યો. તેમાંથી અમૃતલાલ શેઠે તેમને 'સૌરાષ્ટ્ર' માટે ખેંચયા. રાણપુરમાં પત્રકારનું કાર્ય સ્વીકાર્યું.
ગામડે ગામડે ફરીને તેમણે દુહાગીરો, કથાકારો, ઢાઢીઓ, વૃધ્ધજનો, સ્ત્રી-પુરુષો પાસેથી લોકગીતો, લોકકથાઓ ટપકાવીને તેનું સંશોધન અને સંપાદન કર્યું. જીવનભર અદભુત ખંત અને લગનથી આ કાર્ય કર્યું.
'સૌરાષ્ટ્રની રસધાર','સોરઠી બહારવટીયા','સોરઠી સંતવાણી,'દાદાજીની વાતો' એવાં લોકવાર્તાનાં સંપાદનો તથા 'કંકાવટી','રઢિયાળી રાત','ચૂંદડી','હાલરડાં','ઋતુગીતો' એવાં લોકગીતોનાં સંપાદનમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણિના આ પ્રયાસોને કારણે આપણો લોકસાહિત્યનો વારસો જળવાઇ રહ્યો છે.
'સૌરાઢ્ટ્રનાં ખંડેરોમાં','લોકસાહિત્યનું સમાલોચન','ધરતીનું ધાવણ' જેવા ગ્રંથોમાં લોકસ્સિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાઓનો પરિચય કરાવ્યો છે.
ગાંધીયુગને અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા 'યુગવંદના','સિંધુડો' જેવા કાવ્યસંગ્રહો આપ્યા છે.
'સોરઠ તારાં વહેતાં પાણી','સમરાંગણ','તુલસીક્યારો','વેવિશાળ','નિરંજન' તેમની સામાજિક નવલકથાઓ છે. મેઘાણીની નવલકથાઓ' તેમની મનોવેઘક નવલિકાઓ છે.'માણસાઇના દિવા'માં રવિશંકર મહારાજની જીવનની ઘટનાઓ રસાળ અને ધારદાર રીતે રજૂ કરેલ છે.
'રાણો પ્રતાપ','શાહજહાં' અને 'રવિન્દ્રવીણા' જેવા અનુવાદો આપ્યાં છે. 'વેરાનમાં' અને 'પરિભ્રમણ દ્વારા તેમણે વિવેચનઝેત્રે પ્રદાન કર્યું છે. 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' તેમનાં બાળગીતોનો સંગ્રહ્ છે.
તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને મહિડા પારિતોષિક મળ્યાં છે.
મેઘાણિના જીવન અને કવનનો વધુ પરિચય આપતી વેબસાઇટની પણ મુલાકાત લો. http://jhaverchandmeghani.com/
મેઘાણિના જીવન અને કવનનો વધુ પરિચય આપતી વેબસાઇટની પણ મુલાકાત લો. http://jhaverchandmeghani.com/
0 પ્રત્યાઘાતો:
Post a Comment