શ્રીકૄષ્ણલીલા - સંત સૂરદાસ
આજે ગોકુળઆઠમની ખુબ ખુબ શુભેચ્છા.આજે કાનુડાના જન્મદિવસે તમારા માટે પ્રસ્તુત છે એક વિશેષ ગીત.
દશમ્સ્કંધમાં શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્રો લઇ કદંબના વૃક્ષ પર સંતાઇ જાય છે તે કહાણી ખુબ પ્રખ્યાત છે. આ સંદર્ભમાં સંત સૂરદાસ ફિલ્મનું આ ગીત માણીયે.
ભજન
સ્વર - સુમન કલ્યાણપુરી, અનુરાધા પૌંડવાલ,આસિત દેસાઇ,
(૧)
સુણો સુણો સુણો સુણો જશોદા માઇ (૨)ચુંદડી મોરી ચોરી ગયો કાળો,,
તારો શ્યામસુંદર સનાયી.
જમુનાજળ હું તો ગઇ'તી સ્નાને
કાન આવ્યો તારો છાનેમાને,
ઇરે ચોરી કરી ચડ્યો કદમડાળે
હું તો વસ્ત્ર વિના લજવાઇ
(૨)
કામ છે,કામ છે, કામ છે,કામ છે,
નંદલાલ નહિ રે આવું, મને કામ છે,
આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમુના,
વચમાં ગોકુળીયું ગામ છે.
(૩)
જાવો નહિ બોલું નંદના લાલા,
મુરલીધર મતવાલા
.
તું કાળો રે તારી મુરલી રે કાળી,
પ્રીતડી રે કાળી, કામળી રે કાળી,
જે કાંઠે તું રાસ રમાડે, એ કાલિંદી કાળી કાળી
મહીં કેમ બનાવું તમે છાના,
મુરલીધર મતવાલા
ઓ વૃષભાનદુલારી,ઓ વૃષભાનદુલારી,
પ્રીતની રીતે રમતાં રમતાં,
રીસ આજે ના સારી,
ઓ વૃષભાનદુલારી,ઓ વૃષભાનદુલારી,
છોને મારાં તનમન કાળા, છોને પ્રીતડી જ કાળી,
ભલે ઢગારી મુજ આંખોમાં તુજ રૂપની ચીનગારી,
1 પ્રત્યાઘાતો:
જન્માષ્ટમી ની વધાઈ હો...
અશોકકુમાર-'દાદીમાની પોટલી'
http://das.desais.net
Post a Comment