અમથી અમથી મૂઈ - જિતુભાઇ મહેતા
આ સુંદર ગીત ઐશ્વર્યાના મધુર અવાજમાં ફરી એક વાર.
સ્વર - ઐશ્વર્યા મજુમદાર
કવિ - જિતુભાઇ મહેતા
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઇ, પાર્થિવ ગોહિલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !સ્વર - ઐશ્વર્યા મજુમદાર
કવિ - જિતુભાઇ મહેતા
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઇ, પાર્થિવ ગોહિલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
કંપી કંપીને એ જીવન જીવી ગઈઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ
એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !
કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !
(Lyrics - 9x.Gujarati)
1 પ્રત્યાઘાતો:
Amathi Amathi Mui ! Olya mandavani jui ! Varsho pahela aa geet sambhayun hatun - Yaad chhe tyan sudhi swar Purushottam bhai, Rasbihari Desai ane Janardan Raval original composition ma hato. Khub maja avi ! With change of Asit bhai and Parthiv, it manages to keep the same unique tempo of the song and lingers in the mind for a longtime!Accept Dhanyavad !
Post a Comment