માડી તારો દીવડો જલે - અવિનાશ વ્યાસ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ
લખ રે જોજન કેરા આકાશી ગોખલે
માડી તારો દીવડો જલે!
એનાં રે અજવાળા જગમાં ઢળે
માડી તારો દીવડો જલે!
ઝુલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી બિછાત,
જગનાં તિમિર તો ટળે....!
નીંલાંબરી અંબર; તારાઓનાં ઝૂલે ઝુમ્મર
જગદંબા ગરબે ઘૂમે અવનીને ઉંબર,
કોણ રે કળ્યું એ કળે...!
વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી લઇ ઘૂમે રંગમાં રાસેશ્વરી
ભક્તોની ભક્તિ ફળે...!
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ
લખ રે જોજન કેરા આકાશી ગોખલે
માડી તારો દીવડો જલે!
એનાં રે અજવાળા જગમાં ઢળે
માડી તારો દીવડો જલે!
ઝુલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી બિછાત,
જગનાં તિમિર તો ટળે....!
નીંલાંબરી અંબર; તારાઓનાં ઝૂલે ઝુમ્મર
જગદંબા ગરબે ઘૂમે અવનીને ઉંબર,
કોણ રે કળ્યું એ કળે...!
વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી લઇ ઘૂમે રંગમાં રાસેશ્વરી
ભક્તોની ભક્તિ ફળે...!
1 પ્રત્યાઘાતો:
નવરાત્રીની શુભકામનાઓ
મધુરો સ્વર ભાવભીના શબ્દો
જય માતાજી
Post a Comment