Thursday 24 February 2011

તાંડવ નાચે રે શિવ - શૈવભજન

કાલે અભિષેકના એક વાચકે આ ગીતની ફરમાઇશ કરી. શ્રાવણ માસમાં શિવાલયમાં આ ભજન સહુ પ્રથમ વાર સાંભળ્યું હતું. આમ પણ શિવજીનાં તાંડવનૃત્ય મને ખુબ ગમે છે. રાવણ રચિત શિવતાંડવસ્તોત્ર મારું અતિ પ્રિય છે . આ ફરમાઇશનો ફાયદો એ થયો કે નીલામાસીના બ્લોગ 'શિવાલય' પર તાંડવનૃત્ય વિશે સરસ માહિતી મળી ગઇ. નીલામાસીએ તાંડવન્રુત્યની ઉત્તપત્તિથી માંડીને ભારતમાં શૈવમતના પ્રસાર સુધીની બહુ રસપ્રદ વાત કરી છે. આપને માણવી ગમશે.

શૈવભજન

સ્વર - હેમંત ચૌહાણ






તાંડવ નાચે રે શિવ નાચે તાડવ નાચે
દેવ નર નાર સહુ કુશળ યાચે
ધાધી લાંગ ધાધી લાંગ તાન તા તા થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

કિન્નર ગાંધર્વ ગાન તાન કરે છે
ભૂત પ્રેત ભૈરવ ગણ નાચ કરે છે
તાક તાક તાક તાક મૃદંગ તાકી થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

સરસ્વતી વીણાના તાર ઝણકાર થ્યા
નારદને શેષ વાહ વાહ કરી રહ્યા
ધીનક ધીન ધીનક ધીન ઝાંઝ પખવાજ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

દશે દિગપાલ તણાં હાથી ડોલે
હર હર હર દિશાઓ બમ બમ બોલે
ધણણ ધણણ જુઓ ધરતી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

હિમાલયને આંગણે હલચલ મચી
કૈલાસી કંદરામાં રોનક રચી
છુમક છુમ છુમક છુમ ધુધરી ઝાંઝરીની થઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
-- તાંડવ નાચે

વિષ્ણુને બ્રહ્મા વરણાગી બન્યા છે
અપસરા ને ઈન્દ્ર સાનભાન ભૂલ્યા છે
શિવોહમ શિવોહમ ડમક ડાક બની ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

ત્રિપુરારી નાચે છે તાંડવ અનુપ
નમણું કરે છે ચૌદ લોક તણા ભૂપ
જય જય જૈ જય જય જૈ ગગન હાંક પડી ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધુન લાગી ગઈ
---તાંડવ નાચે

રુદિયાને ઝંખના દરશની થઈ
અલગારી દાન કાર્ય કથા બની ગઈ
ૐ નમઃ શિવાય સૂરતા લ્હાણી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

(શબ્દો - ગીતગુંજ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP