વાલમનો વારવાર કાગળ - રિષભગૃપ
સ્વર,સંગીત - રિષભગૃપ
વાલમનો વારવાર કાગળ વાંચુને
હું તો સોનેરી શાહી જોઇ વાંચુ.
અલગારી આંગળીના મીંઠા મરોડમાં
મરડાતું મન મારું કોરું કોરું.
મુંગા તે બોલમાં શા મંતર મુક્યા તે
મારા કાનમાં વગાડી જાય વેણુ,
બોલે તે કંઠ મારે ઝગમતું જાય પેલું
ગમતીલું ગીતનું ઘરેણું.
છાતીમાં સંતાડી છાનો રાખુને તોય
હોઠે જાતોક ને બોલે
અમને અણજાય એવો લાગણીના લાડનો
કમખો ધીમેશથી ખોલે.
વાલમનો વારવાર કાગળ વાંચુને
હું તો સોનેરી શાહી જોઇ વાંચુ.
અલગારી આંગળીના મીંઠા મરોડમાં
મરડાતું મન મારું કોરું કોરું.
મુંગા તે બોલમાં શા મંતર મુક્યા તે
મારા કાનમાં વગાડી જાય વેણુ,
બોલે તે કંઠ મારે ઝગમતું જાય પેલું
ગમતીલું ગીતનું ઘરેણું.
છાતીમાં સંતાડી છાનો રાખુને તોય
હોઠે જાતોક ને બોલે
અમને અણજાય એવો લાગણીના લાડનો
કમખો ધીમેશથી ખોલે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment