વગડાની વચ્ચે તલાવડી - બાલમુકુંદ દવે
આજે કવિ બાલમુકુંદ દવેની પુણ્યતિથી. ગુજરાતી સાહિત્યને અનેક મધુરા ગીતો આપનારા આ કવિને 'અભિષેક'ની શ્રદ્ધાંજલી.
ફિલ્મ - દિવાદાંડી
સ્વર - દિલીપ ધોળકીયા,રોહિણી રોય
સંગીત - અજિત મર્ચન્ટ
વગડાંની વચ્ચે તલાવડીને તલાવડીને કોર
ઊગ્યો વનચંપાનો છોડ.
જલ પાનેતર લહેરિયાને કમલીની મલકાય
ભમરો ભૂલી ભૂલી ભરમાય.
વનચંપાની પાંદડી રે ખીલેને બીડાય
કે ભમરો આવે ને ઊડી જાય.
રાતે ખીલે પોયણી રે પોયણી પૂછે વાત
ચંપા જીવને શા ઊચાટ.
મત પૂછ તું પોયણી રે સૂની ઉરની વાત
કે મનના મન જાણે ઉચાટ.
ત્રણે ગુણની તરવેણી રે રૂપ રંગ ને વાસ
તો યે ભમર ન આવે પાસ.
નભથી ચુએ ચાંદની રે પોયણી ઢાળે નીર
રોતા તલાવડીના નીર.
0 પ્રત્યાઘાતો:
Post a Comment