Monday 25 April 2011

કરમ આડેથી પાંદડું - લોકગીત

ફિલ્મ - રામાયણ
સ્વર -પ્રફુલ્લ દવે,દિવાળિબેન ભીલ

સંગીત - ????



જોડ જોતાં તે જોડલું જડી ગીયું રે લોલ
કરમ આડેથી પાંદડું ઊડી ગયું રે લોલ

હેરી હેરી ને જોતાં હરિ હીંચકે રે લોલ,
હો દોરો હીરલો ને સાંકળા છે હેમના રે લોલ
કરમ આડેથી પાંદડું ઊડી ગયું રે લોલ

લાલ રાતડીને રાતી ચટક આંખડી રે લોલ
હે...પીળી પાંભલી ને પાંપણ પર પાઘડી રે લોલ
કરમ આડેથી પાંદડું ઊડી ગયું રે લોલ

હવે થોડી રહી પ્રીત ઝાઝું બોલ મા રે લોલ
હે.. ફળ પાક્યા વીનાનું કાચું તોડ મા રે લોલ
કરમ આડેથી પાંદડું ઊડી ગયું રે લોલ

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP