ધરતીના સાદ - નાથાલાલ દવે
કવિ - નાથાલાલ દવે
એવા આવે છે ધરતીના સાદ રે.. હાલો ભેરું ગામડે
ભીની માટીની ગંધ આવે યાદ રે.. હાલો ભેરું ગામડે
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ
ઘેરાં ઘમ્મર વલોણાંના નાદ રે.. હાલો ભેરું ગામડે
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરોવરની પાળ રે.. હાલો ભેરું ગામડે
ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત
જાણે જિંદગીનાં મીંઠા નવનીત રે.. હાલો ભેરું ગામડે
ખૂંદવાને સીમ,ભાઇ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવાં વાવેતરો....
હે જી મા કરવા ભોમને આબાદ રે.. હાલો ભેરું ગામડે

0 પ્રત્યાઘાતો:
Post a Comment