હરિ હવે પ્રગટ થાય તો - ભગવતીકુમાર શર્મા
કવિ ભગવતીકુમાર શર્માને તેમના જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા.
કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત- સોલી કાપડીયા
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
રૂદિયેથી શબ્દ નીસરે જયો જયો.
અલપઝલપ તોય ઝળહરની ઝાંખી
હવે હજરાહુજુર, નહીં અટકળની ઝાંખી
પંખુડીઓમાં પણ પુદગળની ઝાંખી
સંમુખ સુંદર, નહીં પોકળની ઝાંખી.
હરિ હવે તો નીકટ થાય તો ભયો ભયો
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
પળ મળતાંમાં તૂટે જુગના ઘેરા
એક વ્રજમાં વૈકુંઠ વસે ઝાઝેરાં
માયાને પ્રપંચ બસૂરા-બહેરાં,
બાજે વાંસળી જ્યમ જમુના કી લ્હેરાં.
હરિ હવે ધન્ય દાસ થયો દયો દયો
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત- સોલી કાપડીયા
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
રૂદિયેથી શબ્દ નીસરે જયો જયો.
અલપઝલપ તોય ઝળહરની ઝાંખી
હવે હજરાહુજુર, નહીં અટકળની ઝાંખી
પંખુડીઓમાં પણ પુદગળની ઝાંખી
સંમુખ સુંદર, નહીં પોકળની ઝાંખી.
હરિ હવે તો નીકટ થાય તો ભયો ભયો
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
પળ મળતાંમાં તૂટે જુગના ઘેરા
એક વ્રજમાં વૈકુંઠ વસે ઝાઝેરાં
માયાને પ્રપંચ બસૂરા-બહેરાં,
બાજે વાંસળી જ્યમ જમુના કી લ્હેરાં.
હરિ હવે ધન્ય દાસ થયો દયો દયો
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો,
0 પ્રત્યાઘાતો:
Post a Comment