કવિ - કૈલાસ પંડિત
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ
નહિ કરું ગુસ્સો હવે,
હાથ તો છોડો હવે.
ભાર લાગે છે મને
પાંપણો ઊંચકો હવે
હાં ભલે મળશું નહિ,
ફૉન તો કરજો હવે
ફૂલ જેવું ક્યાં રહ્યું છે,
ઘાસને સૂંઘો હવે
બત્તીઓ જાગી ગઇ,
સુઇ જશે રસ્તો હવે
દ્વાર તો અહીંયા નથી
ભીંતથી નીકળો હવે
0 પ્રત્યાઘાતો:
Post a Comment