Sunday 4 September 2011

તારી સાથે - અંકિત ત્રિવેદી


કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - સાધના સરગમ, પાર્થિવ ગોહીલ
સંગીત - ગૌરાંગ વ્યાસ



એક બે સપનાંથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને
એટલે   તો   તું   જ  છે ચારે તરફ, શ્વાસ કંઇ અમથા જ પગભર ના બને.

તું જ તું જ મારા શ્વાસ શ્વાસમાં
તું જ તું જ મારી આસપાસમાં
              તું જ પ્રેમ છે તું જ વ્હાલ છે
              તું અબિલ ને તું ગુલાલ છે.
              જોયા પછી તને... લાગ્યું એવું મને...
                        મારે જીવવું તારી સાથે...
                         તારી સાથે...તારી સાથે...તારી સાથે...

ચૂપકીદી પણ ગમવા લાગે
ઘર આખું થનગનવા લાગે
સ્મિત અજાણ્યું મળવા લાગે
ઓળખ પાકી કરવા લાગે
              ચમક આંખમાં ઉગવા લાગે
               સપનાં જેવી દુનિયા જાગે
               સૂર મળ્યો છે એક જ રાગે
               ઢોલ અને શરણાઇ વાગે
                        પળ પળ અને વરસ, રાતો ને આ દિવસ
                        સુખ દુઃખ તારી સંગાથે

                        તારી સાથે...તારી સાથે...તારી સાથે...

તારી સાથે લાગું પ્યારી
અલગ નથી પણ હું અલગારી
જોને આવીને અણધારી
ખુશબુએ પોતે શણગારી

              તું જ ગમે છે તું જ રમે છે
              બધું અહીં તારી શરમે છે
              તું જ કૂણાં તડકાની ભાષા
              તું જ છે મારી જીવન આશ
                        તું છે મારો સમય, સોંપી દીધું હ્રદય
                        ૠણ રહેશે મારા માથે...

                        તારી સાથે...તારી સાથે...તારી સાથે...




0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP