શું છે ? - ઇન્દુલાલ ગાંધી
કવિ - ઇન્દુલાલ ગાંધી
આ શશિયર છે કે વદનકમલ?
આ નયન ઉત્પલોની રચના;
આ મદનબાણ છે કે ભ્રકુટીના
પણછ તણી છાની છલના?
અધરે છંટાયા અમૃતમાં
હોઠે પ્રગટ્યા છાના સ્મિતમાં
પાંપણ ઢંકાયા ઘૂંઘટમાં
શું રમી રહી છે ચન્દ્રકણી
પકડીને છેડા પાલવના?
શું નવા સ્વરોની સુરાવલિ
કોકિલા લાવી કાનનથી?
કે નવી રાગીણી કંઠ મહીં
બેઠી એનો માળો મૂંગો?
કે યજ્ઞવેદીની ધુમ્રશિખા
પ્રગટે છે પ્રીતિનાં સપનાં?
આ શશિયર છે કે વદનકમલ?
આ નયન ઉત્પલોની રચના;
આ મદનબાણ છે કે ભ્રકુટીના
પણછ તણી છાની છલના?
અધરે છંટાયા અમૃતમાં
હોઠે પ્રગટ્યા છાના સ્મિતમાં
પાંપણ ઢંકાયા ઘૂંઘટમાં
શું રમી રહી છે ચન્દ્રકણી
પકડીને છેડા પાલવના?
શું નવા સ્વરોની સુરાવલિ
કોકિલા લાવી કાનનથી?
કે નવી રાગીણી કંઠ મહીં
બેઠી એનો માળો મૂંગો?
કે યજ્ઞવેદીની ધુમ્રશિખા
પ્રગટે છે પ્રીતિનાં સપનાં?
0 પ્રત્યાઘાતો:
Post a Comment