Monday 17 October 2011

તેં પૂછ્યો પ્રેમનો મર્મ - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - દિલીપ ધોળકીયા
સંગીત - દિલીપ ધોળકીયા



તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો, સરિતાએ તોડ્યાં તટનાં બંધન.

કોઇ અગોચર ઇજન દિઠું નયનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન,
નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા, પલકને અતંર વીજળી ઝબકી;
નયન ઉપર બે હોઠ આંકતા અજબ નેહનું અંજન.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP