સર્વે સખી જીવન જોવાને ચાલો રે - ભૂમાનંદ સ્વામી
કવિ - ભૂમાનંદ સ્વામી
સ્વર, સંગીત - ???
સર્વે સખી જીવન જોવાને ચાલો રે
શેરડીયુંમાં આવે લટકંતો લાલો રે.
એની શોભા મુખે ન વર્ણાવી જાયે રે,
જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે.
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે
છબી જોઇ કોટિક કંદર્પ લાજે રે.
મળ્યાં આવે મહામુનીના વૃંદ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે.
શુક સનકાદીક ઉત્તમ યશ ગાવે રે,
નૃત્ય કરી નારદ વીણા બજાવે રે.
નીજ સખા ચમ્મર કરે લઇ હાથ રે
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે.
સ્વર, સંગીત - ???
સર્વે સખી જીવન જોવાને ચાલો રે
શેરડીયુંમાં આવે લટકંતો લાલો રે.
એની શોભા મુખે ન વર્ણાવી જાયે રે,
જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે.
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે
છબી જોઇ કોટિક કંદર્પ લાજે રે.
મળ્યાં આવે મહામુનીના વૃંદ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે.
શુક સનકાદીક ઉત્તમ યશ ગાવે રે,
નૃત્ય કરી નારદ વીણા બજાવે રે.
નીજ સખા ચમ્મર કરે લઇ હાથ રે
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment