સંભારણું - અવિનાશ પારેખ
કવિ - અવિનાશ પારેખ
સ્વર - જ્હાનવી શ્રીમાનકર
સંગીત - સુરેશ જોશી
મારી આંખને લાગે છે પવન પાંખ,
અને વ્રજનું આવે છે મને શમણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
સાત સાગરના તળીયે છૂપ્યાં છે મોતી
કોઇ સરવા તે સાધના
વેળ વિના ડુમાના ફળીયે ખુલ્યાં છે કોઇ,
જાદુઇ બારણા યાદના
ઓળઘોળ મોજાની હારોહાર વહેતું
આ માયાવી શબ્દનું તરણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
ધસમસતા વહેતા આ પ્રવાહ જેવા ભીતરમાં
સોનેરી મૃગલા ઉછળતા
નસનસની કુંજગલી વેઠે ઝૂરાપો
એના ટહૂકામાં મોરલા પીગળતા
ઓગળતા અક્ષરનું જળ લઇ ગંથ્યું
આજ આંખોમાં કેવુ આ ઝરણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
માનું મૃગનયનીના મન અટકે છે
રળીયાળી રાત કેરાં રાઝમાં
જાણું છું કુંજવન ભટકે છે દિવાની
ચોપાસે ભીના વિશ્વાસમાં
દામોદાર ભલે સૌને હો ટચલીનો
હું શોધુ છું ખોવાયેલા સુરમાં શરણું.
સ્વર - જ્હાનવી શ્રીમાનકર
સંગીત - સુરેશ જોશી
મારી આંખને લાગે છે પવન પાંખ,
અને વ્રજનું આવે છે મને શમણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
સાત સાગરના તળીયે છૂપ્યાં છે મોતી
કોઇ સરવા તે સાધના
વેળ વિના ડુમાના ફળીયે ખુલ્યાં છે કોઇ,
જાદુઇ બારણા યાદના
ઓળઘોળ મોજાની હારોહાર વહેતું
આ માયાવી શબ્દનું તરણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
ધસમસતા વહેતા આ પ્રવાહ જેવા ભીતરમાં
સોનેરી મૃગલા ઉછળતા
નસનસની કુંજગલી વેઠે ઝૂરાપો
એના ટહૂકામાં મોરલા પીગળતા
ઓગળતા અક્ષરનું જળ લઇ ગંથ્યું
આજ આંખોમાં કેવુ આ ઝરણું.
લાવકા બદોત મારે લખવું સંભારણું.
માનું મૃગનયનીના મન અટકે છે
રળીયાળી રાત કેરાં રાઝમાં
જાણું છું કુંજવન ભટકે છે દિવાની
ચોપાસે ભીના વિશ્વાસમાં
દામોદાર ભલે સૌને હો ટચલીનો
હું શોધુ છું ખોવાયેલા સુરમાં શરણું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment