Wednesday 25 January 2012

મારી નાડ તમારે હાથે - કવિ કેશવ

આજે આપણા પ્રિય ગાયક વિભા દેસાઇનો જન્મદિવસ છે. અભિષેક દ્વારા તેમને ખુબ ખુબ શુભેચ્છા. વિભાબા આવું જ ગાયા કરે અને વર્ષોના વર્ષ આપણને તેમના સ્વરના કામણમાં જકડી રાખે તેવી હરિને પ્રાર્થના.

કવિ - કેશવ
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ



મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…



(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP