તારી નજરના લંગર લઇને - નંદકુમાર પાઠક
કવિ - નંદકુમાર પાઠક
સ્વર - દિલીપ ધોળકીયા
તારી નજરના લંગર લઇને,
નાવ કિનારે બાંધી...
નાવ હતી મારી મઝધારે
તને જોઇને તર્યો કિનારે
અથવાતી ભયભીત કંપતી
આંખ આંખમાં તાકી
મેં તો નાવ કિનારે બાંધી...
સહુ સંગાથી આવો છોડી
સફર અધૂરી આવ્યો દોડી
મલક મલક મુખ તારું જોવા
અંતર ઇચ્છા બાંધી
મેં તો નાવ કિનારે બાંધી...
દૂર દૂર શું જુએ કિનારે
સફર પૂરી થઇ અંતર આરે
મોં તારું ફેરવ ના હવે
ઘૂમતી આવે આંધી.
મેં તો નાવ કિનારે બાંધી...
0 પ્રત્યાઘાતો:
Post a Comment