મારો સોનાનો ઘડુલો રે - કાન્તિ અશોક
આજે જાણીતા ગાયક પ્રફુલ્લ દવેનો જન્મદિવસ છે. તેમને ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ ગીત.
કવિ - કાન્તિ અશોક
સ્વર - પ્રફુલ્લ દવે
કવિ - કાન્તિ અશોક
સ્વર - પ્રફુલ્લ દવે
મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે
હે અંગે અંગરખું વા'લાને બહુ શોભે રાજ
હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે.
હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે.
(શબ્દો - ગુજરાતી વેબદુનિયા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment