પઢો રે પોપટ - નરસિંહ મહેતા
કવિ - નરસિંહ મહેતા
સ્વર - કરસન સાગઠીયા
પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,
સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું.
પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,
કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ.
તાણી ને રુપાળો...

0 પ્રત્યાઘાતો:
Post a Comment