Tuesday 29 May 2012

વગડાની વચ્ચે વાવડી - અવિનાશ વ્યાસ

એક નવા સ્વરમાં આ ગીત માણિયે.


સ્વર - વિભા દેસાઇ


કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - ????

વગડાની વચ્ચે વાવડી ને,વાવડીની વચ્ચે દાડમડી

દાડમડી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે


પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતાચોળ, રાતાચોળ સે.


આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વીંઝણો ઢોળે
ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે ઝુલે છાબલડી
છાબલડી ના બોરા રાતા ચોળ, રાતા ચોળ સે.


ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીરથ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે


મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડી ના નૈ'ણા રાતા ચોળ, રાતા ચોળ સે.


એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે,
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે, નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટ્કડી
વાટ્કડી માં કંકુ રાતા ચોળ, રાતા ચોળ સે.


(શબ્દો - Jignesh Patel)

1 પ્રત્યાઘાતો:

Jignesh Patel Thursday, November 11, 2010 12:04:00 pm  

Kruteshbhai,

Hu Jignesh ! tamaro blog khub j saras chhe, hu hamesha vanchu chhu,

please tame tamara blog mathi mara blog ni link remove kari do, ane maru naam pan naa lkaho to vadhare saru,

okay? so please do the needful,

tame pan mara blog par hamesha aavat raho ane je pan levu hoy e layi sako chho, mane to vadhare saru lagase ke tame ek khub j saru evu collection taiyar karso.

Aabhar; Jignesh

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP