Tuesday 12 June 2012

રમઝમ રમઝમ નેપૂર વાજે - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - વિરાજ-બિજલ



રમઝમ રમઝમ નેપૂર વાજે,
તાળી ને વળી તાલ રે;
નાચંતા શામળીયો-શ્યામા,
વાધ્યો રંગ રસાળ રે .

ઝાલ ઝબૂકે રાખલડી રે,
મોર-મુગટ શિર સોહે રે;
થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,
મરકલડે મન મોહે રે.

કોટિકલા તહાં પ્રગટ્યો શશિયર,
જાણે દિનકર ઉદિયો રે;
ભણે નરસૈંયો મહારસ ઝીલે,
માનીની ને મહાબળિયો રે

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP