મારા પ્રભુ તો નાના છે - બાળગીત
૨૦૧૩ના નવા વર્ષે આ સુંદર બાળગીત. આપણા બાળપણની કલ્પનાસૃષ્ટીમાં ભગવાનની કલ્પના કેવી અનેરી છે. એકદમ સરળ અને એકદમ સીધી. ધર્મના કોઇ પણ જ્ઞાન વિના નાના ભૂલકાંઓ પ્રભુની પ્રાર્થના ગાતા હોય તે જોવા અને સાંભળવાનો લ્હાવો સ્વર્ગતુલ્ય છે.
બાળગીત
મારા પ્રભુજી નાના છે,
દુનિયાભર ના રાજા છે,
આભે ચઢીને ઉભા છે,
સાગર જળમાં સુતા છે...
મારા પ્રભુજી...
જમુના કિનારે ઉભા છે,
મીઠી મીઠી બંસી બજાવે છે...
મારા પ્રભુજી...
પીળા પીતાંબર પહેર્યા છે,
જશોદાને પાયે લાગે છે,
મારા પ્રભુજી....
પગમાં ઝાંઝર પહેર્યા છે,
રૂમઝૂમ રૂમઝૂમ નાચે છે.
મારા પ્રભુજી...
બાળગીત
મારા પ્રભુજી નાના છે,
દુનિયાભર ના રાજા છે,
આભે ચઢીને ઉભા છે,
સાગર જળમાં સુતા છે...
મારા પ્રભુજી...
જમુના કિનારે ઉભા છે,
મીઠી મીઠી બંસી બજાવે છે...
મારા પ્રભુજી...
પીળા પીતાંબર પહેર્યા છે,
જશોદાને પાયે લાગે છે,
મારા પ્રભુજી....
પગમાં ઝાંઝર પહેર્યા છે,
રૂમઝૂમ રૂમઝૂમ નાચે છે.
મારા પ્રભુજી...
0 પ્રત્યાઘાતો:
Post a Comment