મિલનની છે આ રાત - 'આસિમ' રાંદેરી
કવિ - 'આસિમ' રાંદેરી
સ્વર, સંગીત - મનહર ઉઘાસ
ઘડી આજ પૂરી થઇ સાધનાની
પધારી છે લીલા કૃપા થઇ ખુદાની,
મળી જિંદગીને નવી જિંદગાની,
બધે બધ મહોબત, બધે બધ યુવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
પ્રયણની મદિરા છે નયને છલકતી,
લજાઇને પાલવને વળ દઇ ખચતી,
મળી ગઇ મને એ મલકતી મલકતી,
રૂપાળી રૂપાળી સુહાની સુહાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
આ શરમાળ આંખો આ મોઘમ ઇશારા,
લલાટે આ બિંદીના હસતા સિતારા,
આ મહેંદીથી રંગેલ કર પ્યારા પ્યારા
આ લ્હેરો પવનની, આ ખુશ્બુ હીનાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
આ માદક અદાઓ, આ જાદુ નિગાહો,
આ ઝુલ્ફો ને મુખ જાણે રજનીની ઉષા હો,
શું અચરજ કે આસિમથી સુંદર ખતા હો,
જવાનીને લોકો કહે છે દીવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
બધી ચીજ ઉપર છવાઇ છે મસ્તી,
પ્રણયની ગુલાબી બની ગઇ છે સસ્તી,
બધે બધ દિસે છે મહોબત વરસતી,
મહોબતનિ નૌકા, મહોબત સુકાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
હકીકતમાં છે આજ ઘર મારું જન્નત,
અનોખા છે દ્ર્શ્યો, અનોખી છે રંગત,
સુણાવું શું આસિમ આ મારી હકીકત,
જવાનીથી ટકરાઇ ગઇ છે જવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
સ્વર, સંગીત - મનહર ઉઘાસ
ઘડી આજ પૂરી થઇ સાધનાની
પધારી છે લીલા કૃપા થઇ ખુદાની,
મળી જિંદગીને નવી જિંદગાની,
બધે બધ મહોબત, બધે બધ યુવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
પ્રયણની મદિરા છે નયને છલકતી,
લજાઇને પાલવને વળ દઇ ખચતી,
મળી ગઇ મને એ મલકતી મલકતી,
રૂપાળી રૂપાળી સુહાની સુહાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
આ શરમાળ આંખો આ મોઘમ ઇશારા,
લલાટે આ બિંદીના હસતા સિતારા,
આ મહેંદીથી રંગેલ કર પ્યારા પ્યારા
આ લ્હેરો પવનની, આ ખુશ્બુ હીનાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
આ માદક અદાઓ, આ જાદુ નિગાહો,
આ ઝુલ્ફો ને મુખ જાણે રજનીની ઉષા હો,
શું અચરજ કે આસિમથી સુંદર ખતા હો,
જવાનીને લોકો કહે છે દીવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
બધી ચીજ ઉપર છવાઇ છે મસ્તી,
પ્રણયની ગુલાબી બની ગઇ છે સસ્તી,
બધે બધ દિસે છે મહોબત વરસતી,
મહોબતનિ નૌકા, મહોબત સુકાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
હકીકતમાં છે આજ ઘર મારું જન્નત,
અનોખા છે દ્ર્શ્યો, અનોખી છે રંગત,
સુણાવું શું આસિમ આ મારી હકીકત,
જવાનીથી ટકરાઇ ગઇ છે જવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.
0 પ્રત્યાઘાતો:
Post a Comment