Thursday 16 August 2012

મેળાનું નામ - ભાગ્યેશ ઝા

આ ગીત ફરી એક વાર.

આપ સહુ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તહેવારોમા મેળાનું અનેરું મહત્વ છે. ગામડામાં દરેક તહેવાર વખતે મેળો ભરાય છે જેમા ગ્રામ્ય પ્રજા હિલ્લોળે ચડે છે. તેમના જીવન સાથે મેળો અદભૂત રીતે વણાઇ ગયો છે. જ્યારે આજના જેટલા મનોરંજનના સાધનો ન હતા ત્યારે સૌ કાગને ડોળે મેળાની રાહ જોતા અને મેળામાં મ્હાલવાની માજા લેતા. જ મેળાનું એક ગીત આજે માણીયે.


સ્વર - સોલી કાપડીયા
સંગીત - ભાગ્યેશ ઝા



હો....ઓ....હો....ઓ
હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....

મેળાનું નામ ના પાડો તો સારું,
કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય ના મંદિરનું સરનામું,
મેળો તો મળવાની ધરતી.

હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....

મેળવીણ મેળામાં ઝલકે અવાજ અને
ભક્તિ તણાય જાણે ચીડમાં,
માણસની જાત એના સગ્ગા ભગવાન માટે
ટોળે વળે છે ભીની ભીડમાં

મેળાનું ગીતક્યાંક ફરકે ધજામાંને,
આંખ થૈ એકલતાં ફરતી
મેળાને હોય ના મંદિરનું સરનામું,
મેળો તો મળવાની ધરતી.

મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશું
મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો કોળ્યો ઉકેલ કશું
કાન જેવું આભમાંથી ઝમતું
ધીમી નજર મારી મોરલીની ધાર,
તેમા રધાની વારતા તરતી.

મેળાને હોય ના મંદિરનું સરનામું,
કે મારામાં મેળાની ભરતી

મેળાનું નામ ના પાડો તો સારું,
કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય ના મંદિરનું સરનામું,
મેળો તો મળવાની ધરતી.

હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....
હાલો રે હાલો મેળે જઇએ....

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP