હો રંગ રસિયા - અવિનાશ વ્યાસ
લાડીલા લોકગાયક હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે તેમને સ્વરાંજલિ અર્પિયે આ ગીત દ્વારા.
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - હેમુ ગઢવી
હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.
આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.

(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment