આપણા સંબંધની ચર્ચા ન કર - વિનય ઘાસવાલા
કવિ - વિનય ઘાસવાલા
સ્વર, સંગીત - મનહર ઉધાસ
આપણાં સંબંધની ચર્ચા ના કર,
જેમ ફાવે તેમ તું બોલ્યાં ના કર.
આપવું એ દેણ હશે તો આપશે,
વાર ઘડીએ એની કને માંગ્યાના કર.
પ્રેમ આપ્યો જીંદગીભર જેમણે,
દિલથી તારા એમને અળગા ના કર.
ડર છે ખોવાઇ જશે તું એકલો,
તું અલગ તારા હવે રસ્તા ન કર.
હું તને ઇશ્વર ગણી પૂજ્યાં કરું,
એટલી યાદ તું આવ્યા ન કર.
સ્વર, સંગીત - મનહર ઉધાસ
આપણાં સંબંધની ચર્ચા ના કર,
જેમ ફાવે તેમ તું બોલ્યાં ના કર.
આપવું એ દેણ હશે તો આપશે,
વાર ઘડીએ એની કને માંગ્યાના કર.
પ્રેમ આપ્યો જીંદગીભર જેમણે,
દિલથી તારા એમને અળગા ના કર.
ડર છે ખોવાઇ જશે તું એકલો,
તું અલગ તારા હવે રસ્તા ન કર.
હું તને ઇશ્વર ગણી પૂજ્યાં કરું,
એટલી યાદ તું આવ્યા ન કર.
0 પ્રત્યાઘાતો:
Post a Comment