ખુદાને પામવાનું નામ શ્રદ્ધા - દિગન્ત પરીખ
કવિ - દિગન્ત પરીખ
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ખુદાને પામવાનું નામ શ્રદ્ધા
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા
ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુઃખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.
તમે આવો નહીં ને તે છતાયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.
સંબંધો તૂટે એનું નામ શ્રદ્ધા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ખુદાને પામવાનું નામ શ્રદ્ધા
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા
ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુઃખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.
તમે આવો નહીં ને તે છતાયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.
સંબંધો તૂટે એનું નામ શ્રદ્ધા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા
0 પ્રત્યાઘાતો:
Post a Comment