Saturday, 23 February 2013

મુજ અબળાને મોટી - મીરાંબાઇ

કવિ - મીરાંબાઇ
સ્વર - હેમંત ચૌહાણ




મુજ અબળાને મોટી નિરાંત, બાઈ, શામળો ઘરેણું સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ?

ઝાંઝરિયાં તો જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, એમાં ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP